News of Monday, 26th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોને હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તા.૨૮ ઓગસ્ટ સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે નાગરિકોને મદદરૂપ થવા માટે તેમજ રાહત બચાવની કામગીરી માટે જિલ્લામાં કાર્યરત ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા ઇમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરાયા છે.
જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ કે નુકશાન થાય તો જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. (૦૨૮૩૩)- ૨૩૨૧૨૫/ ૨૩૨૦૮૪, ટોલ ફ્રી નં. ૧૦૭૭ મો. નં. ૭૮૫૯૯૨૩૮૪૪, ખંભાળિયા તાલુકામાં ૦૨૮૩૩ - ૨૩૪૧૧૩ મો. નં. ૭૮૬૧૯૮૪૯૦૦, ભાણવડ તાલુકામાં ૦૨૮૯૬ - ૨૩૨૧૧૩, મો. નં. ૮૮૬૬૩૧૫૮૭૮, દ્વારકા તાલુકામાં ૦૨૮૯૨૨૩૪૫૪૧, ૭૯૮૪૫૭૪૦૨૨, કલ્યાણપુર તાલુકામાં ૦૨૮૯૧ - ૨૮૬૨૨૭ મો. નં. ૯૯૭૪૯૪૦૫૮૦, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ૦૨૮૩૩ - ૨૩૪૭૩૧ મો. નં. ૯૫૧૨૮૧૯૯૯૮ ઉપર જાણ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
