<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

જામનગરમાં ભારે વરસાદને પગલે બુધવાર સુધી બંને લોકમેળા બંધ રાખવા નિર્ણય

આજે અને આવતીકાલે પ્રદર્શન મેદાન અને નાગેશ્વર રંગમતી નાગમતી નદીના પટનો મેળો બંધ રહેશે

જામનગર શહેરમાં પડી રહેલ ભારે વરસાદ તેમજ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી લોકોની સલામતી માટે આજથી બુધવાર સુધી લોકમેળો પ્રદશન મેદાન તથા નાગેશ્વર રંગમતી નાગમતી નદીના પટના બંને જગ્યાના મેળા બંધ રહેશે બુધવારે તે સમયની પરિસ્થિતિ ધ્યાને લઈ પછીના દિવસોનો નિર્ણય કરવામાં આવશે તેમ જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે

(7:46 PM IST)