<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

મોરબી: રાત્રે 9.45 વાગ્યે : મચ્છુ 2 ડેમનાં 7 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

22624 કયુસેક પાણી ડેમમાથી છોડાઈ રહ્યું છે. હજુ પણ મચ્છુ 2 ડેમમાં 27 હજાર કયુસેક પાણીની આવક .

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લામાં સતત વરસાદના પગલે જિલ્લાના તમામ ડેમોમાં પાણીની આવક થઈ રહી છે. જેમાં મોરબીનાં સૌથી મોટા મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધતા ડેમ દરવાજા વધુ ખોલવાની ફરજ પડી છે. રાત્રે 8 વાગ્યે પ્રથમ 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા બાદ રાત્રે 9.45 વાગ્યે ડેમનાં 7 દરવાજા 5 ફૂટ ખોલી 22624 કયુસેક પાણી ડેમ માથી છોડવામાં આવી રહ્યું છે. હજુ પણ મચ્છુ 2 ડેમમાં 27 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 96.33 ટકા ભરેલો છે.

(10:09 PM IST)