<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

મોરબી જિલ્લાના ડેમી-2, ઘોડાધ્રોઇ અને બંગાવડી ડેમ ઓવરફ્લો.

છેલ્લા 24 કલાકમાં ડેમની સાઇટ ઉપર 7 ઇંચ વરસાદ નોંધાયો

 

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ઘોડાધ્રોઇ ડેમ 99.98 ટકા ભરાઇ ગયો છે. હાલ ડેમનો 1 દરવાજો 0.30 મીટર ખોલવામાં આવ્યો છે. ડેમમાં ઇનફ્લો અને આઉટફ્લો 1526 ક્યુસેક છે. ડેમી- 2 ડેમ 98.62 ટકા ભરાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સાઇટ ઉપર 7 ઇંચ વરસાદ નોંધાયો છે. ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં ઇનફ્લો 36946 ક્યુસેક છે. 

  જ્યારે આઉટફ્લો 19956 ક્યુસેક છે. ડેમ 98.52 ટકા ભરાયો છે. આ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ડેમી 3 ડેમ રાત સુધીમાં ભરાઈ જાય તેવી શકયતા સેવાઈ રહી છે. બીજી બાજુ બંગાવડીની સાઈટમાં છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાંથી સારી આવકને કારણે આ ડેમ 0.45 મીટરથી ઓવરફ્લો થયો છે.

(11:01 AM IST)