<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વહેલી સવાર સુધીમાં કચ્છમાં દોઢથી દસ ઇંચ વરસાદ પડી ગયો: રાત આખી ઝરમર વરસતો રહ્યો: સમગ્ર કચ્છ જિલ્લામાં કાળા ડિબાંગ વાદળા સાથે વરસાદી માહોલ

કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં (ગઈકાલ સવારે ૬ વાગ્યાથી આજ સવારે ૬ વાગ્યા સુધી): સૌથી વધુ માંડવી અને નખત્રાણામાં ૧૦ ઈંચ, ભુજ, મુન્દ્રા ૪ ઈંચ, અબડાસા, લખપત ૩ ઈંચ, રાપર, ભચાઉ, અંજાર ૨ ઈંચ, ગાંધીધામ દોઢ ઈંચ.

કચ્છમાં ગઈકાલે દિવસે ધોધમાર વરસાદ બાદ રાત્રે ૧૦ થી આજે સવારે ૬ વાગ્યા સુધી ઝરમર ઝરમર વરસાદ પડ્યો છે:  

આખા કચ્છ જીલ્લામાં કાળા ડીબાંગ વાદળાઓ સાથે ભારે વરસાદી માહોલ છે. . (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(11:41 AM IST)