News of Tuesday, 27th August 2024
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF ની ટીમ ખડેપગે

ગીર સોમનાથ: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં બચાવ અને રાહતની કામગીરી માટે NDRFની ટીમ ખડેપગે છે.
હવામાન વિભાગની આગાહીને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ત્યારે જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય તો તે માટે NDRFની ટીમ ખડેપગે છે.
હાલ NDRFની એક ટીમ વેરાવળ તાલુકાના ભાલપરા ગામના સાયકલોન સેન્ટર ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ NDRFની ટીમ જિલ્લામાં રાહત અને બચાવની કામગીરી કરશે.
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
