News of Tuesday, 27th August 2024
જેતપુરના રૂપાવટી ગામે પુલ ઉપરથી પસાર થતાં ધસમસતા પાણીમાં યુવાન તણાયો

જેતપુર : ગઈકાલથી જેતપુર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો પડતો હોય ફુલઝર નદીમાં પાણી આવી જતા આ પાણી તાલુકાના રૂપાવટી ગામમાંથી પસાર થતા પુલ ઉપર પાણી આવી ગયું હોય, આ ગામનો પિયુષ મગનભાઈ સાદીયા નામનો યુવાન વાડીએ જવા પુલ ઉપરથી પસાર થતાં અકસ્માતે પગ લપસતા નદીમાં તણાયો હતો.
આ અંગેની જાણ થતા રૂરલ મામલતદાર ભેસાણીયા સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવાનની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગતો મેળવાય રહી છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
