News of Tuesday, 27th August 2024
કચ્છથી અમદાવાદ અવરજવર કરનારા સાવધ રહે - પૂર્વ કચ્છ પોલીસની સૂચના : જુઓ વિડિયો
કચ્છથી અમદાવાદ તરફ જતો માળીયાનો રસ્તો બંધ : ડાયવર્ઝન વિશે આપી માહિતી

વિનોદ ગાલા, અકિલા, કચ્છ : કચ્છથી અમદાવાદ અવરજવર કરનારા સાવધ રહે તેવી પૂર્વ કચ્છ પોલીસની સૂચના આપી છે. કચ્છથી અમદાવાદ તરફ જતો માળીયાનો રસ્તો હાલ બંધ છે. ડાયવર્ઝન વિશે પોલીસે માહિતી આપી છે.
મોરબીના માળીયા ખાતે આવેલ મચ્છુડેમ ઓવરફલો થવાથી ડેમના દરવાજા ખોલાયા હોય, સામખીયાળી અમદાવાદ હાઇવે રોડ ઉપર હરીપર ખીરઈ નજીક મચ્છુડેમ નુ પાણી રોડ ઉપર ફરી વળેલ હોવાથી માળીયા હાઈવે આજે તા-૨૭/૦૮/૨૦૨૪ થી આશરે ૩૬ કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે. જેથી કચ્છમાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહન ચાલકોને સાવધ કરવામાં આવે છે કે સામખીયાળી ચામુંડા હોટલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવો, જે અંગે અમલવારી કરવા તમામ વાહન ચાલડોને સંદેશો પાઠવામાં આવે છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
