News of Tuesday, 27th August 2024
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલ ઉમિયાસાગર ડેમના 16 દરવાજા, 2.5 મીટર ખોલવામાં આવ્યા : રંગમતી ડેમના 5 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા : જુઓ વિડિયો

જામનગર તા.૨૭ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પરિણામે તમામ ડેમ ઓવરફ્લો થયા છે. રંગમતી નદીના 5 દરવાજા 4 ફૂટ ખોલવામા આવ્યા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારના લોકોને અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
અ સાથે ઉમિયાસાગર ડેમના પણ 16 દરવાજા, 2.5 મીટર ખોલવામાંઆવેલ છે. મામલતદાર, જામજોધપુર તથા તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુર નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને માલ-મિલ્કતને સલામત સ્થળે ખસેડી લઇ જવા તથા તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે માહિતી મોકલી આપવા વિનંતી કરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
