News of Tuesday, 27th August 2024
મોરબીમાં ભૂગર્ભના પાણી ઘર, બાથરૂમ અને રસોડામાં નીકળ્યા.

મોરબી શહેરમાં સતત ભારે વરસાદને પગલે ચોતરફ પાણી પાણીની સ્થિતિ વચ્ચે હવે નગરપાલિકાના પાપે ભૂગર્ભના પાણી લોકોના ઘરમાં રસોડા અને બાથરૂમમાં પ્રગટ થયા છે અને લોકો ડોલ ડબલાથી ગંદા પાણી ઉલેચી ઉલેચી તોબા પોકારી ઉઠ્યા છે.
મોરબી નગરપાલીકાના પાપે શહેરના ક્રિષ્ના પાર્ક 2, કન્યા છાત્રાલય રોડ ઉપર ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં ભૂગર્ભના પાણી લોકોના ઘરના બાથરૂમ અને રસોડાની ગેંડીમાંથી નીકળી રહ્યા છે. અત્યાર સુધી રોડ ઉપર છલકતા પાણી હવે લોકોના ઘરની અંદર પહોંચી જતા સ્થાનિક રહેવાસીઓ ડબલા અને ડોલ વડે ગંદા પાણી ઉલેચી ઉલેચી ને બહાર કાઢવા મજબુર થયા છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
