<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જસદણના આધ્યા ડેમ ઓવરફલો થતાં ડેમની આસપાસના વિસ્તારોમાં નાગરિકોને અવરજવર ન કરવા સૂચના

રાજકોટ તા.૨૭: જસદણ તાલુકાના આધ્યા નાની સિંચાઈ યોજના ડેમની કુલ સપાટી ૨૭.૫૦ ફૂટ છે. હાલ, ડેમમાં ૨૭.૫૦ ફૂટ પાણી ભરાતા ડેમ ઓવરફ્લો થયેલ છે. આથી આધ્યા, ભંડારીયા, વિરપર અને બોઘરાવદર ગામોના ગ્રામજનો અને આધ્યા નાની સિંચાઈ યોજના વિસ્તારના હેઠવાસના વિસ્તારોના નાગરિકોને નદીના પટમાં અવરજવર ન કરવા જસદણ પંચાયત સિંચાઇ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા સુચના અપાઇ છે.

રિધ્ધિ

(3:04 PM IST)