<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

આમરણ ચોવીસ પંથક જળબંબાકાર, અનેક ગામો બેટમાં ફેરવાયાઃ ડેમી-૩ ડેમના ૧૦ દરવાજા ૯ ફૂટ ખોલાયાઃ ડેમી નદીના પુરથી નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયાં

આમરણઃ (મહેશ પંડયા દ્વારા) આમરણઃ આમરણ ચોવીસી પંથકમાં છેલ્‍લા ર૪ કલાકમાં ૮ ઇંચ જેટલા પડેલા ભારે વરસાદની સાથોસાથ ઉપરવાસમાં આવેલા કોયલી પાસેના ડેમી-૩ ડેમના ૧૦ દરવાજા ૯ ફૂટ ખોલીને પાણી છોડવામાં આવતા આમરણ ચોવીસી પંથક જળબંબકાકાર બની જતા અનેક ગામોમાં ડેમી નદીના પુરના પાણી ઘરમાં ઘુસી જતા બેટમાં ફેરવાઇ જઇને સંપર્ક વિહોણા બન્‍યા છે. ડેમ-૩ ડેમમાંથી ગત રાત્રીના દરવાજા ખોલી પાણી છોડવાયા બાદ આજે વહેલી સવારે ફરી પાણી છોડવામાં સમગ્ર વિસ્‍તાર પાણી-પાણી થઇ ગયો છે.

આમરણથી પસાર થતા જામનગર-કંડલા (કચ્‍છ) કોસ્‍ટલ હાઇવે પર તેમજ ઇતિહાસમાં પ્રથમ વખત ડેમી નદીના પુલ પરથી અગાધ જળપ્રવાહ વહેવા લાગતા વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઇ ગયો છે. આમરણના બસ સ્‍ટેશન વિસ્‍તારમાં હોટલો-દુકાનોમાં તેમજ નીચાણવાળા ઇન્‍દીરા આવાસ ટાટાનગરમાં પાણી ઘુસી ગયા છે.

આમરણ ચોવીસી પંથકના ધુળકોટ-બાદનપર-માનવનુગામ- અંબાલા-બેલા-પાડા બેકર-.ઉટબેટ-ફડસર –ઝિંઝુંડા વગેરે નદી કાંઠાળ ગામો બેટમાં ફેરવાઇ ગયા છે.

(3:11 PM IST)