News of Tuesday, 27th August 2024
કમરસમા પાણીમાં પણ 108 ની કબીલેદાદ કામગીરી : દર્દીને સુરક્ષિત હોસ્પિટલ પહોચાડ્યા : જુઓ વિડિયો
જિલ્લાના મેનેજર જયદેવસિંહ જાડેજાએ યુદ્ધના ધોરણે વહેણના બીજા છેડે અન્ય એક એમ્બ્યુલેન્સની વ્યવસ્થા કરી દર્દીનું રેસ્ક્યુ કરી સહી સલામત હોસ્પિટલ સુધી પહોંચાડ્યા

જામનગર : જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામ ખાતેથી 108 એમ્બ્યુલેન્સને કોલ આવેલ કે એક 40 વર્ષીય મહિલા બેભાન થઇ ગયેલ છે, જેથી પીપરટોડા ટીમના સ્ટાફ પાયલોટ ભરતભાઈ સીસોદીયા અને ઇ.એમ.ટી. દિપાલીબેન પંડ્યા દર્દી સુધી પહોચ્યા હતા. જ્યાં તેમને જરૂરી સારવાર આપી જામનગરની જી.જી.હોસ્પિટલ જવા રવાના થયા હતા.
પરંતુ રસ્તામાં દડિયા ગામ પાસે પાણી ભરાયેલા હોવાના કારણે એમ્બ્યુલેન્સ આગળ જઈ શકે તેમ ન હતી, જેથી ૧૦૮ ના જામનગર જિલ્લાના મેનેજર જયદેવસિંહ જાડેજાએ યુદ્ધના ધોરણે વહેણના બીજા છેડે અન્ય એક એમ્બ્યુલેન્સની વ્યવસ્થા કરી દર્દીનું રેસ્ક્યુ કરી સહી સલામત હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હતા. આવી ઉમદા કામગીરી બદલ દર્દીના સગાએ 108 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
