<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

ઓખા બંદર પર ૩ નંબરનું સિગ્નલ યથાવત: માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા તંત્રની અપીલ

 દેવભૂમિ દ્વારકા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસાશન દ્વારા લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે.

       દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈ કાલથી જ વરસાદ વરસી રહ્યો છે. વરસાદના પગલે ઓખા બંદર ઉપર ગઈ કાલથી જ ૩ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તેમ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, ઓખા બંદર દ્વારા જણાવવામાં આવ્યું છે.

       ભારે વરસાદના પગલે માછીમારોને દરિયામાં નહિ જવા તેમજ લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા, સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(5:21 PM IST)