<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૭ રસ્તાઓ બંધ: કોઝ વે પર પાણી ભરાયેલા હોય ત્યાં નહિ જવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ

ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના પગલે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ૭ રસ્તાઓ હાલ બંધ છે. 

 

માર્ગ અને મકાન વિભાગના અહેવાલ પ્રમાણે ઓવર ટોપિંગ થવાના કારણે સલાયા ગોઇંજ રેકલેમેસન રોડ, બેહ બારા રોડ, ભવનેશ્વર ઝારેરા રોડ, લીમડી રાણ ગુરગઢ ચરકલા રોડ, અડવાણા રાવલ કલ્યાણપુર ભાટિયા રોડ, ચોખંડા ભંડારીયા ભીંડા ભાણખોખરી રોડ તેમજ બજાણા કંડોરણા કોટા રોડ બંધ છે. 

 

લોકોને બિન જરૂરી મુસાફરી ટાળવા, કોઝ વે પર પાણી ભરાયેલા હોય ત્યાં નહિ જવા તેમજ સલામત સ્થળે રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(6:33 PM IST)