<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

અમરેલી જિલ્લામાં કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત

જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, પીજીવિસીએલ સહિતની વિવિધ ટીમ તૈયાર:અમરેલી જિલ્લા કલેકટર દ્વારા નાગરિકોને અપીલ: નદીઓ અને જળાશય સહિતની જગ્યાઓની નજીક જવાનું ટાળવું

અમરેલી: ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સ્થિતિમાં નાગરિકોને સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાએ, અમરેલી જિલ્લાના નાગરિકોને સાવચેતીના પગલાં રુપે સંદેશ આપ્યો છે.

    અમરેલી જિલ્લા કલેકટરએ કહ્યુ કે, અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે. સાવચેતીના ભાગરુપે તમામ વિભાગ અને તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં એન.ડી.આર.એફ.ની એક ટૂકડી આવી છે, તે કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોંચી વળવા સતત  તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, પી.જી.વી.સી.એલ.,આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગતો કંટ્રોલ રુમ સુધી પહોંચાડી શકે છે. વધુમાં  જિલ્લા કલેકટરએ, નાગરિકોને જિલ્લાના કોઈ પણ જળાશયો, નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

(6:35 PM IST)