News of Tuesday, 27th August 2024
દરિયાના મોજાથી માંગરોળ જેટી નજીક બોટ ઊંધી પડતા એક ખલાસીનુ મોત: 3 લાપત્તા:4 ઘાયલ
જય ચામુંડા નામની બોટમાં 8 ખલાસી સવાર હતા:બંદર પરથી પરત આવવાની સૂચના આવતા પરત ફરી રહેલી બોટ માંગરોળ જેટી નજીક પલ્ટી મારી ગઈ

જૂનાગઢના માંગરોળમાં માછીમારી માટે દરિયામાં ગયેલ બોટ, તંત્રની સુચનાને લઈને પરત ફરી રહી હતી તે સમયે ઉંધી વળી જતાં એક ખલાસીનું મોત થયું છે. જ્યારે 3 ખલાસી લાપત્તા છે અને 4 ખલાસી ઈજાગ્રસ્ત થયા છે. જય ચામુંડા નામની બોટમાં કુલ 8 ખલાસી સવાર હતા. બંદર પરથી પરત આવવાની સૂચના આવતા, પરત ફરી રહેલી બોટ માંગરોળ જેટી નજીક પહોંચી ત્યાં જ દરિયાના તેજ મોજાથી પલટી મારી ગઇ હતી.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
