તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Tuesday, 27th August 2024
ચોટીલાથી હબીયાસર ગામ તરફ જવાનો પુલ ધડાકાભેર ટુટી પડ્યો: ઝુંપડા, નાનીયાણી સહિતના ગામો સંપર્ક વિહોણા
છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા

સુરેન્દ્રનગરઃ ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલ ધરાશાયી થયો છે. છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા છે. ચોટીલાથી હબીયાસર ગામ તરફ જવાનો પુલ ધડાકાભેર ટુટી પડ્યો છે. વાહન વ્યવહાર તેમજ લોકોની અવર જવર બંધ કરતા મોટી દુર્ઘટના ટળી હતી. ઝુંપડા, નાનીયાણી સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે.
(6:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
