News of Tuesday, 27th August 2024
ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો: 27 દરવાજા પાંચ ફૂટ ખોલાયા
મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડી તૂર: મોજ ડેમના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા

રાજકોટ: ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના ગઢાળા નજીક આવેલ મોજ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. સિઝનમાં પ્રથમ વખત મોજ ડેમના 27 દરવાજા ખોલવામાં આવ્યા છે. મોજ ડેમના 27 દરવાજા પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે. 29, 352 ક્યુસેક પાણીની આવક અને જાવક છે. મોજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોજ નદી ગાંડી તૂર બની છે. મોજ ડેમના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
