<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

આટકોટ વીરબાઈમાં મંદિર દ્વારા ઝૂંપડપટ્ટીમાં ભોજન પ્રસાદનુ વિતરણ

બે દિવસથી ઝુંપડપટ્ટીમાં જઈ વીરબાઈમાં મંદિરના સભ્યો દ્વારા ભોજન પ્રસાદનું વિતરણ

આટકોટ :  સતત બે દિવસથી વરસતા વરસાદના લીધે આટકોટમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા દરિદ્રનારાયણ પરીવારો ભારે મુશ્કેલીમાં મુકાયા હોય શ્રી વીરબાઈમાં મંદિર આટકોટ દ્વારા બે દિવસથી ઝુંપડપટ્ટીમાં જઈ વીરબાઈમાં મંદિરના સભ્યો દ્વારા ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનિય છે કે મંદિરે ચાલતા અન્નક્ષેત્રમા પણ બંન્ને ટાઈમ ભોજન પ્રસાદ આપવામાં આવે છે.(વિજય વસાણી અકિલા)

(6:58 PM IST)