News of Tuesday, 27th August 2024
મોરબીમાં સેવા ભારતી દ્વારા 2 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાયા.
સામાકાંઠે પંચમુખી હનુમાન મુકામે તૈયાર કરવામાં આવ્યા :સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ પ્રેરિત સેવા ભારતી દ્વારા વરસાદી આફત સામે પિડીત પરિવારો માટે અંદાજે ૨૦૦૦ ફૂડ પેકેટ મોરબીના સામાકાંઠે પંચમુખી હનુમાન મુકામે તૈયાર કરવામાં આવ્યા છે. આ સેવા કાર્યમાં અંદાજે ૩૫ સ્વયં સેવક કામે લાગ્યા હતા. જરૂરિયાત મુજબ વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવશે. વધુ જાણકારી માટે જસ્મીનભાઈ હિંસુનો મો.નં.૯૮૨૫૩૨૩૩૩૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
