News of Tuesday, 27th August 2024
વિસાવદરમાં સવારના ૭થી સાંજના ૭ સુધીમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો : મોસમનો કુલ વરસાદ ૭૬ ઈંચ..!!
એકધારા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત : બજારો સુમસામ : અબાલ-વૃધ્ધ સૌ કોઈ ઘરમાં કંટાળ્યા..!! ધ્રાફડ ડેમના ૨ દરવાજા ખોલાયા : દાદર ગામે જૂનો ગેટ તુટી પડયો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરમાં આજે સવારે ૭થી સાંજે ૭ વાગ્યા સુધીમાં ૪ ઈંચ વરસાદ ખાબકયો છે. મોસમનો કુલ વરસાદ ૭૬ ઈંચ નોંધાઈ ચૂકયો છે..!! એકધારા વરસાદથી અબાલ-વૃધ્ધ-યુવાનો-મહિલાઓ સૌ કોઈ ઘરમાં કંટાળ્યા છે..બજારો સુમસામ ભાસે છે. જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
સત્તાવાર વરસાદના આંકડા અનુસાર વિસાવદરમાં સવારના ૭થી સાંજના ૭ સુધીમાં ૧૦૧ મી.મી.વરસાદ નોંધાયો છે. જ્યારે મોસમનો કુલ વરસાદ ૧૯૦૬ મી.મી.નોંધાયો છે. હજુયે અવિરત વરસાદ ચાલુ છે.
દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ વિસાવદર તાલુકાના સરસઈ ગામ પાસે ધ્રાફડ નદી પર આવેલ ધ્રાફડ ડેમમા ઉપરવાસમાથી પાણીની આવક વધતા આ અગાઉ જે 1 દરવાજા 0.20 મીટર ખુલ્લા હતા તેમા 17.00 કલાકે વધારો કરી 1 દરવાજા 0.30 મીટર ખોલેલ છે.ડેમમા હાલનુ પાણીનુ લેવલ- 123.50 મીટર, પાણીની ઉડાઈ-6.00 મીટર તથા પાણીનો જીવંત જથ્થો 7.667 તથા કુલ જથ્થો 8.000 મી.ઘન મીટર તેમજ પાણીની આવક અને જાવક 701.71 Cusecs છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદર તાલુકાના દાદર (ગીર) ગામે આજે તા. ૨૭/૦૮/૨૦૨૪ બપોરે ૨:૦૦ કલાકે વરસાદના કારણે દાદર(ગીર) ગામે ગામમાં ગોંડલ સ્ટેટ વખતનો જુનો ગેટ જર્જરિત હાલતમાં આવેલ હોય, હાલ વરસાદના કારણે લાકડાં, નળિયા - કાટમાળ પડેલ છે જેની જાણ સ્થાનિક વહીવટીતંત્રને કરવામાં આવેલ છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
