News of Tuesday, 27th August 2024
પોરબંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ભારે વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોને અગમચેતી ના પગલાં લેવા જણાવાયું
પશુઓના બચાવ માટે તેમને ખુંટાથી છુટા રાખવા અને માલ ઢોર સલામત સ્થળે ખસેડવા અપીલ કરાઇ

પોરબંદર:હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલ આગાહી મુજબ આગામી ૪૮ કલાક પોરબંદર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, અગમચેતીના પગલાના ભાગ રૂપે તમામ ખેડૂતોને કે ખેત મજુરી કરતા તમામ વ્યક્તિઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદની આગાહીના પગલે અનુરોધ કરવામાં આવ્યો છે કે, ખેતીકાર્યો માટે આગામી દિવસોમાં જરૂરી ન હોય તો ખેતરે જવું નહિ, બિનજરૂરી રીતે ખેતરે જવા માટેના નદી-નાળા, વોકળા ઓળંગવા નહિ, જળાશયો કે નદીઓની નજીક ન જવા અને સાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે. તેમજ ખેતીકાર્યોમાં હાલ ખાતરો કે જંતુનાશક દવાઓનો છંટકાવ ન કરવા, ઉપયોગ ટાળવા તેમજ પશુઓના બચાવ માટે તેમને ખૂંટાથી છુટા રાખવા અને પોતાના માલ ઢોર સલામત સ્થળે ખસેડવા, પશુઓના ધાસચારાને ઢાંકીને રાખવો જણાવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. કોઈ આપાતકાલીન સ્થિતિ જણાય તો જિલ્લા કંટ્રોલ રૂમ, તાલુકા કંટ્રોલ રૂમ, ડીઝાસ્ટર શાખાનો સંપર્ક અથવા આપના ગામના ગ્રામસેવક, તાલુકાના વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
