<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

પોરબંદર જિલ્લાની શાળાઓ અને આંગણવાડીમાં ભારે વરસાદના કારણે આવતી કાલ તા.૨૮ ઓગસ્ટના રોજ રજા જાહેર

તકેદારીના ભાગ રૂપે શાળાઓ અને આંગણવાડીમાં રજા જાહેર

પોરબંદર:પોરબંદર જિલ્લાની શાળાઓમાં ભારે વરસાદના કારણે આવતી કાલે તા.૨૮ ઓગસ્ટના રોજ રજા જાહેર કરાઇ છે.
રાજ્યમાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિ છે.પોરબંદર  જિલ્લામાં હાલ ભારે વરસાદની પરિસ્થિતિના કારણે તકેદારીના ભાગ રૂપે શાળાઓ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી હોવાનું જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી. ઠકકરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(7:51 PM IST)