News of Tuesday, 27th August 2024
વર્તુ-2 ડેમના 20 દરવાજા ક્રમશઃ ખોલવામાં આવ્યા 85 હજાર ક્યુસેક પાણી છોડાયું :ઉપરવાસમાં વરસાદ ચાલુ
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સતત વર્તુ-2 ના એન્જિનિયરોના સંપર્કમાં: કંટ્રોલરૃમના નંબર જાહેર

પોરબંદર : વર્તુ-2 ડેમના ઉપરવાસમાં ભારેથી અતિભારે વરસાદ થતાં વર્તુ-1 અને કબરકા ડેમના દરવાજા ખોલવામાં આવતા આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી વર્તુ-2 ડેમના 20 દરવાજા ક્રમશઃ ખોલવામાં આવ્યા છે. અત્યારે 85 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હજી પણ ઉપરવાસમાં વરસાદ ચાલુ છે
દરમિયાન . ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સતત વર્તુ-2 ના એન્જિનિયરોના સંપર્કમાં છું. શક્ય હોય ત્યાં સુધી કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી છે.
ઘેડ વિસ્તારમાં પણ ઉપરવાસની નદીઓના કારણે લગભગ દોઢ લાખ ક્યુસેક પાણી ઘેડમાં આવી રહ્યું છે. પોરબંદર શહેરમાં પણ પાણી ના ભરાય તે માટે ડીવોટરિંગ કરવા માટે તમામ પંપો ચાલુ કરવામાં આવી રહ્યા છે.
ઇમરજન્સીની પરિસ્થિતિમાં સૌ નાગરિકોને જણાવવાનું કે કંટ્રોલરૂમ ના નંબર 0286 2220800 અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના મોબાઈલ નંબર 9825012755 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
