<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વરસાદની પરિસ્થતિને લઇને જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

તાલુકાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, સંદેશાવ્યવહાર, રસ્તા,વાહનવ્યવહારની સ્થિતિની સમીક્ષા કરી: તમામ અધિકારીઓ, કર્મચારીઓને ફરજના સ્થળે હાજર રહેવા સૂચના

જૂનાગઢ :જૂનાગઢ જિલ્લામાં અવિરત પડી રહેલ વરસાદના પગલે માહિતી મેળવવા તેમજ આગામી સમયમાં આપત્તિ વ્યવસ્થાપન બાબતે જિલ્લા પ્રભારી સચિવ બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ બંછાનિધિ પાનીએ જૂનાગઢ ખાતે તાજેતરમાં ભારે વરસાદના કારણે ઉદભવેલ વિષમ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં જૂનાગઢ ખાતે આવનાર દિવસોમાં ઉદભવનાર પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. બંછાનિધિ પાનીએ જિલ્લાના તાલુકાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, સંદેશાવ્યવહાર, રસ્તા,વાહનવ્યવહારની સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવએ તમામ અધિકારીઓ, કર્મચારીઓને ફરજના સ્થળે હાજર રહેવા જણાવ્યું હતું.
 પ્રભારી સચિવએ વરસાદ બાદ જિલ્લામાં સફાઇ ઝુંબેશના સ્વરૂપમાં કરવા તાકીદ કરી હતી. આ ઉપરાતં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, ક્લોરીનેશન, ઓ.પી.ડી મોનીટરીંગ સહિતની કામગીરી તાકીદે કરવા સુચના કરી હતી. જિલ્લામાં કાચાં મકાનોને થયેલ અંશત નુંકશાન અને પશુ મરણ બાબતે સર્વે કરી તાત્કાલીક ઘોરણે સહાય ચુકવવા માટે જણાવ્યું હતું.
   આ ઉપરાંત પૂર ની પરિસ્થિતિ દરમ્યાન નદી કાંઠા વિસ્તારના ગામોનાં ગ્રામજનો ને વરસાદી માહોલ સમયે જાગૃત રહેવા જણાવ્યુ હતું. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ અઘિકારીઓને ભારે વરસાદની આગાહી હોવાથી બેઠકમાં હાજર સર્વે અધિકારીઓને સાવચેત રહેવા અને હેડક્વાટર્સ ન છોડવા જણાવ્યું હતું. આ બેઠકમા તાલુકા કક્ષાના સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહીત તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચૂયઅલ ઉપસ્થીત રહ્યા હતા.
  બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરી તેમજ આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા ફરજ પરના વિવિધ કચેરીઓના અધિકારઓ ઉપસ્થિત રહ્યા હતા.

(8:38 PM IST)