<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

પોરબંદરમાં ભારે વરસાદને લઈને અટવાયેલા મુસાફરો તથા શ્રમજીવી પરિવારો માટે ચા પાણી નાસ્તા, ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ

મુસાફરો અને શ્રમજીવી પરિવારો માટે પોરબંદર પાયોનિયર ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા પોરબંદર દ્વારા તેમજ સાગરપુત્ર સમનવય સંસ્થા દ્વારા વ્યવસ્થા

પોરબંદરમા ભારે વરસાદને લઈને અટવાયેલા મુસાફરો તથા શ્રમ જીવી પરિવારો માટે વ્યવસ્થા મા ભોજન ચા પાણી નાસ્તા અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવેલ લોકમેળામાં આવેલ પરિવારોને રાત્રીના બસ ડેપોમાં આશરો લેનારા મુસાફરો અને શ્રમજીવી પરિવારો માટે પોરબંદર પાયોનિયર ક્લબ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તાલુકા પોરબંદર દ્વારા તેમજ સાગરપુત્ર સમનવય સંસ્થા દ્વારા આ વ્યવસ્થા પાયોનિયર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા. તેમજ ઇન્ડિયન રેડક્રોસના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા અને મેમ્બરો દ્વારા આ વ્યવસ્થામા રાત્રી ભોજન તથા દિવસ ભોજન અને તેમના ઉતારા માટે  ભાવસાહાજી હાઈસ્કૂલ અને વશંજી ખેરાજ સ્કૂલમાં આસરો આપવામાં આવેલ પાયોનિયર ક્લબના સ્થાપક પ્રમુખ પરેશભાઈ પારેખની યાદી જણાવેલ છે

(9:10 PM IST)