News of Tuesday, 27th August 2024
વરસાદની સ્થિતિ સંદર્ભે ખંભાળીયાથી હાપીવાડી હર્ષદપુર તરફ જતા રસ્તાની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા
જામ-ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફલો થતા ઘી નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં અવર જવર ન કરવા નાગરિકોને અનુરોધ

દેવભૂમિ દ્વારકા :હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા અને પ્રભારી સચિવ એમ.એ.પંડયા તેમજ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા સાથે જિલ્લાની વરસાદની સ્થિતિને સંદર્ભે પૂર્વ તૈયારીના આયોજન અંગેની માહિતી મેળવી હતી.
ઉપરાંત ખંભાળીયાથી હાપીવાડી હર્ષદપુર તરફ જતા રસ્તાની મુલાકાત કરી હતી. ઘી ડેમ ઓવરફલો થતા ઘી નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં જોખમ ન ખેડે તે માટે રસ્તા પર બેરીકેટીગ કરી, પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઉપરાંત સ્થાનિક પદાધિકારીઓ સાથે સાંકળી કરી લોકોને સાવચેતી રાખવા અને જરૂર જણાયે વહીવટી તંત્રનો સંપર્ક સાધવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
