<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

બોટાદમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ:કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા : રાણપુરના પાણવી ગામમાં 2 મકાન ધરાશાઈ

આગામી 72 કલાક ભારે વરસાદ અને તીવ્ર પવન ફુંકાવાની શકયતા હોઇ,બોટાદ જિલ્લાની જનતાને બિનજરૂરી બહાર ન નીકળવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ

બોટાદ :હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી 72 કલાક ભારે વરસાદ અને તીવ્ર પવન ફુંકાવાની શકયતા હોઇ,બોટાદ જિલ્લાની જનતાને બિનજરૂરી બહાર ન નીકળવા બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

હાલ સતત ત્રણ દિવસથી રાજ્યમાં દરેક જગ્યાએ અવિરત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના પાણવી ગામ ખાતે પ્રશાસન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. પાણવી ગામમાં ભારે વરસાદના કારણે 2 મકાન પડી ગયા હતાં. જેથી નાગરિકોને પ્રાથમિક શાળા ખાતે આશરો આપવામાં આવ્યો છે.

  બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવતા બોટાદ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ તાત્કાલીક ગામ ખાતે પહોંચ્યા હતા.બરવાળા પ્રાંત અધિકારી, બરવાળા મામલતદાર, પીએસઆઈ સહિતના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરી હતી.

  બરવાળા તાલુકામાં વહિયા ગામે નદીમાં ઘોડાપૂર આવતા બોટાદ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ તાત્કાલીક ગામ ખાતે પહોંચ્યા હતા. બરવાળા મામલતદારે જણાવ્યું હતું કે, વહિયા ગામમાં ઉપરવાસનું પાણી આવી રહ્યું છે. હાલની સ્થિતિએ ગામ સંપૂર્ણ સંપર્ક વિહોણું નથી થયું. સલામતીના પગલાના ભાગરૂપે અમે અહીં ટીમ તૈનાત કરી દીધી છે, ભારે વરસાદને કારણે કોઈ નુકસાન ન થાય તે હેતુથી ગામ લોકોની બિનજરૂરી અવરજવર અટકાવી દેવામાં આવી છે. ગામની સ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

  ભારે વરસાદને લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. બોટાદ જિલ્લાની જનતાને નદીઓ,તળાવો, જળાશયો,ડેમો તેમજ વધારે પાણીના વહેણવાળા રસ્તાઓમાંથી પસાર ન થવા માટે અનુરોધ કરાયો છે. તેમજ બોટાદ જિલ્લામાં આવેલા નાના-મોટા જળાશયો,ડેમો અને તળાવોએ ફરવા અને ન્હાવા ન જવા માટે જનતાને અપીલ કરવામા આવે છે. જરૂર સમયે નાગરિકો બોટાદ પોલીસ કંટ્રોલ નં- 7433975910 પર સંપર્ક સાધી શકે છે.

(10:45 PM IST)