News of Tuesday, 27th August 2024
ધ્રોલના લાતીપુરનો યુવાન રાજેશભાઈ પેઢડીયા વોંકળામાં પાણીનાં પ્રવાહમાં તણાયો : મોડીસાંજ સુધી કોઈ પતો નહીં
-વહેલી સવારે લતીપુર પરત ફરતો હતો ત્યારે પાણીના પ્રવાહમાં તણાયો : પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ

ધ્રોલ તાલુકાના લતિપુર ગામનો યુવાન રાજેશભાઇ રવજીભાઈ પેઢડીયા ઉવ. 45 તે જન્માષ્ટમીનાં દિવસે મિત્રો સાથે વાડીમાં જમવાનો પ્રોગ્રામ રાખેલ હોય. વરસાદનાં કારણે વાડીએ રોકાઈ ગયો હતો. સવારનાં ચારેક વાગ્યાના સુમારે લતિપુર ઘેર પરત ફરતો હતો. એ દરમિયાન વોંકળામાં પાણીનાં પ્રવાહમાં તણાઈ ગયો હોવાની ધ્રોલ પોલીસને જાણ થતા ધ્રોલ નગરપાલિકાના ફાયરબ્રિગેડ ની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. પરંતુ મોડી સાંજ સુધી રાજેશભાઇ નો કોઈ પત્તો લાગ્યો ન હતો. જે બનાવ લઈ ને ધ્રોલ પોલીસે ગુમ ની ફરિયાદ નોધી શોધખોળ હાથ ધરી છે ( સંજય ડાંગર -ધ્રોલ )
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
