News of Tuesday, 27th August 2024
સરાડીયા -દેશીગા વચ્ચે રસ્તા પર વહી રહેલા પાણીનાં પૂરમાં અટવાયેલા બાટવાના એક જ પરિવારના છ સભ્યોને એસ.ડી. આર.એફની ટીમે બચાવ્યા
પાણીની વચ્ચોવચ બાટવાના એક જ પરિવારના છ સભ્યો ફસાયેલ હોવાની જાણકારી મળતા ટિમો પહોંચી

જુનાગઢ: જુનાગઢ જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદને કારણે નદી નાળા પાણીથી વહી રહ્યા છે ત્યારે વંથલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના કાર્યક્ષેત્ર વિસ્તાર એવા માણાવદર તાલુકાના સરાડીયા દેશીંગા ને જોડતા માર્ગમાં રસ્તા વચ્ચે વહી રહેલા પાણીની વચ્ચોવચ બાટવાના એક જ પરિવારના છ સભ્યો ફસાયેલ હોવાની જાણકારી મળતા વંથલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ દ્વારા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાને જાણ કરવામાં આવતા કલેકટરએ ત્વરિતના ધોરણે એસ.ડી.આર.એફની ટીમ અને કેશોદ કેશોદ ફાયર વિભાગની ટીમને સત્વરે દેશીંગા-સરાડીયાના માર્ગ પર વહી રહેલ પૂરના પાણીમાં ફસાયેલા નાના બાળકો સહિત ઍક જ પરિવારનાં છ વ્યક્તિના રેસ્ક્યુ કરવાની સૂચના જારી કરતા, આ ટીમો માણાવદર મામલતદાર કે.જે.મારું અને મરમઠના સરપંચ સાથે તાકીદે ઘટનાં સ્થળે પહોંચી હતી, અને પાણીમાં ફસાયેલ છ વ્યક્તિને સલામત રીતે બહાર નીકળવામાં મદદ કરી હતી. જેનાં થી છ વ્યક્તિનો જીવ બચાવી શકાયો હતો.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
