News of Tuesday, 27th August 2024
ભારે વરસાદને પગલે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરાઈ.
. સિવિલ હોસ્પિટલના અધિક્ષક તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હાલમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે આપત્તિના બનાવ સમયે તેમજ અન્ય જરૂરિયાત ઊભી થતા તાત્કાલિક મેડિકલ સારવાર આપી શકાય તે માટે મોરબી જનરલ હોસ્પિટલ દ્વારા રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
જનરલ હોસ્પિટલ ખાતે તા. 27-8-2024થી તા. 28-8-2024ના સવારના 8 કલાક સુધી તબીબી અધિકારી ડો. એન.એન. રૂપાલાના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. જ્યારે તા. 28-8-2024ના સવારના 8 કલાકથી તા. 29-8-2024ના સવારના 8 કલાક સુધી તબીબી અધિકારી ડો. દર્શન પટેલના માર્ગદર્શન હેઠળની ટીમ ઈમરજન્સી વિભાગ ખાતે ઉપલબ્ધ રહેશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક તથા આર.એમ.ઓ.ની સુચના મુજબ રિસ્પોન્સ ટીમ્સ કાર્યરત રહેશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
