News of Tuesday, 27th August 2024
જેતપુર તાલુકાનો ભાદર-૧ ડેમ ઓવરફ્લો થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા
હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનો ભાદર-૧ ડેમ તેની પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં ડેમના 15 દરવાજા ૧.૮ મીટર ખોલવામાં આવ્યા છે. હાલ, વરસાદી પાણીની આવક ચાલુ છે. ભાદર ડેમ વિસ્તારના ખંભાલીડા, ભૂખી, ઉમરકોટ, વેગડી, ગોંડલ, ભંડારીયા, મસીતાળા, નવાગામ, નિલાખા, જામકંડોરણા, ઈશ્વરીયા, તરવડા, જેતપુર, દેરડી, કેરાળી, ખીરસરા લુણાગરા,લુણાગરી, મોનપર, નવાગઢ, પાંચપીપળા, રબારીકા, સરધારપુર, વાડાસડા સહિતના ગામોના ગ્રામજનોને નદીના પટ વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તાર પર ન જવા જિલ્લા સિંચાઈ પૂર્વ વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
