તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
હાલારને હલાવી દેતા મેઘરાજા: છેલ્લા 24 કલાકમાં દ્વારકા અને જામનગરમાં બારે માસ મેઘ ખાંગા
જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો સવારે છ સુધીમાં 18.5 ઇંચ: જીલ્લાના અન્ય ગામોમાં 10 થી 15 ઈંચ પાણી વરસ્યુ

જામનગર: જામનગર જીલ્લાના જામખંભાળિયા માં આખી રાત વરસાદ વરસ્યો સવારે છ સુધીમાં 18.5 ઇંચ પડયો છે. ખંભાળિયામાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી ભરાયુ છે. જામનગર શહેરમાં પણ વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે. સવારે છ વાગ્યા સુધીમાં 15.5 ઇંચ પડયો છે. જામજોધપુર અને લાલપુરમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. બંને તાલુકામાં 13- 13 ઈચ, દ્વારકામાં વહેલી સવાર સુધીમાં 10 ઇંચ અને ભાણવડમાં 10.5ઇંચ, દ્વારકાના કલ્યાણપુરમાં પણ 10.5 ઇંચ, પોરબંદર ના રાણાવાવ માં પણ 12 ઇંચ વરસાદ પડયો છે. જામનગરના કાલાવડ માં પણ આખી રાત વરસાદ પડતા સવારે 6 સુધીમાં 11.5 ઇંચ પાણી પડયુ.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
