તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
, સવારે 10 વાગ્યાની મોરબી જિલ્લાના 10 ડેમોની સ્થિતિ.
મચ્છુ 1 ડેમમાં આવક ઘટતાં હવે 2 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે : જ્યારે મચ્છુ 2 ડેમનાં 4 દરવાજા અને મચ્છુ 3 ડેમનાં 7 દરવાજા જ ખુલ્લા

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 28 ઓગષ્ટ, બુધવારે સવારે 10 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..
વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 19780 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 2 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 22348 કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 4 દરવાજા 9 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 31430 કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 7 દરવાજા 5 ફૂટ ખુલ્લા છે.
ટંકારાના ડેમી 1 ડેમમાં 4510 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.72 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
ડેમી 2 ડેમમાં 11873 કયુસેક પાણીની આવક છે. અને હાલમાં ડેમનાં 3 દરવાજા 6 ફૂટ ખુલ્લા છે
ડેમી 3 ડેમમાં પણ 31374 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 9 દરવાજા 5 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે હળવદનો બ્રાહ્મણી 1 ડેમમાં 17882 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમ 1.50 ફૂટે ઓવર ફલો થઈ રહ્યો છે.
જ્યારે બ્રાહ્મણી 2 ડેમમાં 25880 કયુસેકની આવક થઈ રહી છે. આ ડેમનાં 10 દરવાજા 3 ફૂટ ખુલ્લા છે.
જ્યારે ઘોડધ્રોઈ ડેમમાં પણ 3902 કયુસેક પાણીની આવક છે. અને ડેમનાં 2 દરવાજા દોઢ ફૂટ જેટલા ખુલ્લા છે.
જ્યારે બંગવાડી ડેમમાં 3390 કયુસેક પાણીની આવક સાથે આ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવર ફલો થઈ રહ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
