<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા 24/7 સક્રિય કામગીરી હાથ ધરાઇ : જુઓ વિડિયો

વોર્ડ નંબર 15- 16 સહિત આસપાસના તમામ વિસ્તારોમાં લોકોને રેસક્યુ કરાવવા સહિત સાફ સફાઈની કામગીરી શરૂ કરાઈ

જામનગર : જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. તેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોનું સતત રેસક્યુ કરવામાં આવી રહ્યું છે અને તેમને સુરક્ષિત સ્થળોએ આશ્રય આપવામાં આવી રહ્યો છે.

જામનગર શહેરમાં વોર્ડ નંબર 15, 16 અને આસપાસના તમામ વિસ્તારોમાં લોકોને રેસક્યુ કરાવવા સહિત સાફ સફાઈ કામગીરી, ફૂડ પેકેટનું વિતરણ, હેલ્થ ચેકઅપ, પીવાનું પાણી, ભોજન, નાસ્તા વિતરણ અને આશ્રય માટેની કામગીરી જામનગર મહાનગરપાલિકા તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાથે મળીને શરૂ કરવામાં આવી છે. તેમજ અસરગ્રસ્ત લોકોનું હાલમાં રેસક્યુ ચાલી રહ્યું છે અને તમામ લોકોને જરૂરી મદદ, સાધન સામગ્રી વિતરણ અને તેમને સધિયારો આપવામાં આવી રહ્યો છે.

 

(1:02 PM IST)