<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૮ કલાકમાં દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચથી વધુ - કલ્યાણપુર તાલુકામાં ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ જિલ્લામાં આજરોજ (તા. ૨૮ ઓગસ્ટ,૨૦૨૪) સવારે ૦૬ કલાકથી બપોરના ૦૨ કલાક સુધીમાં દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૬.૮ ઇંચ જ્યારે કલ્યાણપુર તાલુકામાં ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

જિલ્લાના કંટ્રોલ રૂમ તરફથી મળેલી માહિતી મુજબ જોઈએ દ્વારકા તાલુકામાં ૬.૮ ઇંચ,  ખંભાળિયા તાલુકામાં ૫.૪૮ ઇંચ., ભાણવડ તાલુકામાં ૪ ઇંચ જ્યારે કલ્યાણપુર તાલુકામાં ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિન જરૂરી મુસાફરી ટાળવા તેમજ સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

(3:00 PM IST)