<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ખંભાળિયાની રહેણાક સોસાયટીમાં પાણી ભરાતા ૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડતી નગરપાલિકાની ફાયર ટીમ

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે લોકોની સલામતીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

 ખંભાળિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮ ઇંચથી વધુ વરસાદ પડતાં YKGN સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ૨૫ જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા  અને જરૂર જણાયે તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:13 PM IST)