તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કચ્છમાં દૂષિત પાણીથી ચાર બાળકોના કરુણ મોત:હાહાકાર: પાંચ સારવાર હેઠળ

ભુજ તા.ના ખાવડા પાસે આવેલા રોહાતડ ગામે દૂષિત પાણી અપાતું હોય છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાયો છે જેમાં ૪ માસૂમ બાળકોના કરુણ મૃત્યુ થયા છે.
(૧) વસીમ અબ્દુલકરીમ સમા (ઉ.૩ વર્ષ), (૨) સાયમા કયુમ સમા (ઉ.૬ વર્ષ), (૩) મોડ સિદિક સમા (ઉ.૩ વર્ષ), (૪) જાસ્મીન હમીદ સમા ના મોત થયા જ્યારે હજી ૨ બાળકો અને ૩ મોટી ઉમરના વ્યક્તિઓ મળી ૫ ભુજની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગામની નજીક આવેલ રતડિયા ડેમનું દૂષિત પાણી ગ્રામજનોને અપાતું હોવાની ગ્રામજનો અને સરપંચ દ્વારા વહિવટી તંત્રને ફરિયાદ કરાઈ હતી
ઉગ્ર આક્રોશ સાથે ગ્રામજનોએ મુખ્યમંત્રી, આરોગ્ય કમિશ્નર, જીલ્લા ક્લેક્ટરને સંપૂર્ણ તપાસ કરવા માંગ કરી છે.
(રિપોર્ટ: વિનોદ ગાલા, ભુજ)
(3:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
