<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ભારે વરસાદને પગલે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાં વરસાદી પાણીની આવક સતત થતા પાણીએ સર્જી તબાહીઃ મોરબીના ગામો બેટમાં ફેરવાયાઃ ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડીઃ ખાવાપીવાની અછતઃ ત્રણ દિવસથી ભૂખ્યા હોવાનું જાણવા મળેલ છે

મોરબીઃ  પાણીની સતત આવકના કારણે મચ્છુ-2ના દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
મોરબી:  ભારે વરસાદને પગલે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાં વરસાદી પાણીની આવક સતત વધી રહી છે. પાણીની સતત આવકના કારણે દરવાજા ખોલીને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી મચ્છુ નદી પણ બે કાંઠે વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. પાણી છોડવાના કારણે નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે. ગામોમાં પાણી ઘૂસી જતા ગ્રામજનોની હાલત કફોડી બની છે.
મોરબી અને જિલ્લામાં ભારે વરસાદને પગલે પાણીની આવક સતત વધી રહી છે. જેના પગલે મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમમાં ધસમસતા પાણી ગામમાં ફરી વળ્યા છે. નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળવાના કારણે ગામો બેટમાં ફેરવાયા હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે મોરબીનું વीर વિદરકા ગામની ખુબ દયનીય સ્થિતિ સર્જાઈ છે. ન્યૂઝ 18 જ્યારે અહીં પહોંચ્યું ત્યારે કેમેરામાં સાચા દૃશ્યો કેદ થયા હતા.
વીર વિદરકાના ગ્રામજનોએ વાત કરતા જણાવ્યું હતું કે, “અમારા ગામની છેલ્લા ત્રણ દિવસથી આ જ હાલત છે. વરસાદી પાણીના કારણે ગામ ટાપુમાં ફેરવાઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મચ્છુ માંથી પાણી છોડવાના કારણે ખેતરોમાંથી 2200 વિઘા મોલ પાક બળી ગયો છે. જમીન પણ ધોવાઈ ગઈ છે અને જમીનની ફળદ્રુપતાને પણ નુકસાન પહોંચ્યું છે. વર્ષ 2017માં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.”
મોરબીના આ ગામમાં ત્રણ દિવસથી વીજ-પુરવઠો ન હોવાના કારણે લોકોએ રાંધ્યું પણ નથી અને જમ્યા પણ નથી. પાણીના કારણે ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે. ઢોર-ઢાખર પણ રઝળી પડ્યા છે. આ સાથે જ મોટા મોટા ઝેરી જીવજંતુઓ નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મચ્છુના પાણીએ એ હદે નુકસાન પહોંચાડ્યું છે કે, ગામના રસ્તા પણ ધોવાઈ ગયા છે અને મોટા મોટા ગાબડાં પડી ગયા છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પાણી ઓસરતા 15-20 દિવસ જેટલા લાગે છે. તેમ છતાં પણ આ મામલે તંત્રના પેટનું પાણી હલતું નથી. રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં આજ દિન સુધી લેવામાં આવ્યા નથી.

(5:47 PM IST)