News of Wednesday, 28th August 2024
દ્વારકા નગરપાલિકા દ્વારા આવળપરા વિસ્તારમાંથી ૧૫ લોકોનું રેસ્ક્યુ કરાયું
ભારે વરસાદને પગલે આવળપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાથી પાલિકાની ટીમે 15 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સલામતીને ધ્યાનમાં રાખી સતત કામગીરી કરવામાં આવી રહી છે.
દ્વારકા ખાતે આજરોજ પડેલા ભારે વરસાદને પગલે આવળપરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાની સ્થાનિક તંત્રને જાણ થતાં પ્રાંત અધિકારી હિતેશ ભગોરાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા ૧૫ જેટલા નાગરિકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે. અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
