તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ધોરાજીમાં અંધરાધાર વરસાદ : 24 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો
શહેર અને તાલુકામાં ભારે વરસાદને કારણે લોકો અને ખેડૂતો પણ ચિંતામાં: રોગચાળાની ભીતિ : ધંધા રોજગાર બંધ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં જન્માષ્ટમી તહેવાર ભારે વરસાદને કારણે મુશ્કેલી રૂપ બની ગયો છે
જન્માષ્ટમીના લોકમેળો વરસાદને કારણે બંધ રહ્યો આયોજકોને મોટી નુકસાની વેઠવી પડી
ધોરાજી શહેર અને તાલુકામાં ભારે વરસાદને કારણે લોકો અને ખેડૂતો પણ ચિંતામાં
છેલ્લા ચાર દિવસથી અવિરત ધીમી ધારે વરસાદ ચાલુ છે
વરસાદ અને કારણે તાવ શરદી ઉધરસ વાયરલ રોગની લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ
સ્થાનિક પ્રશાસનની કામગીરી નિષ્ફળ જતાં લોકોમાં પણ ભારે રોષ ફેલાયો છે
નીચાણ વાળા વિસ્તાર અને ગરીબ પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
હજુ વરસાદ ભારે ચાલુ હોવાથી ધોરાજીમાં જાણે કર્ફ્યુ હોય એ પ્રકારના ધંધા રોજગાર બંધ જોવા મળી રહ્યા છે
ધોરાજીમાં સતત 24 કલાકથી ભારે પવનની સાથે વરસાદ ચાલુ રહેતા સીઝનનો કુલ વરસાદ 52 ઇંચ ઉપર નોંધાયો છે
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
