તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ગોંડલ માર્કેટિંગ યાર્ડમા વરસાદ લીધે ૨ દીવસની રજા જાહેર કરાઇ
ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયા દ્વારા કરાઈ જાહેરાત

ભાવેશ ભોજાણી, ગોંડલ : સમગ્ર ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયેલ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ઠમી બાદ ની રજા પૂર્ણ થતા ૨૯ થી રાબેતામુજબ કામકાજ શરૂ થનાર હતું પરંતુ વરસાદના લીધે ગોંડલ યાર્ડમાં રજા ૨ દીવસ લંબાવવાનો નિર્ણય યાર્ડના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ કર્યો છે.
તેઓએ જનાવ્યું હતું કે તમામ ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તથા કમિશન એજન્ટ ભાઈઓને જણાવવાનું કે જન્માષ્ટમીના તહેવારોની રજાઓ બાદ તા. 29/08/24 થી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થવાનું હતું પરંતુ છેલ્લા ૨ દિવસથી અતિભારે વરસાદ તેમજ હજુ આગામી દિવસોમાં પણ હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લેતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની કામગીરી હજુ વધુ ૨ દિવસ એટલે કે તા.29/08/24 અને તા.30/08/24 સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
તા.31/08/24 થી માર્કેટિંગ યાર્ડની કામગીરી શરૂ કરવા અંગે ફરી પરિસ્થિતિ ધ્યાનમાં રાખી તા.30/08/24ના રોજ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.આ દરમિયાન તમામ જણસીની આવક પણ બંધ રહેશે.આવક શરૂ કરતા પહેલા આગલા દિવસે જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
