<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદર જિલ્લામાં કાલે તા.૨૯ ઓગસ્ટ રોજ ભારે વરસાદની સ્થિતિને પગલે શાળા અને આંગણવાડીમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

આંગણવાડીઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ: વધુમાં શાળા અને આંગણવાડીના કર્મચારીઓ ફરજ પર રહેશે

પોરબંદર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને પોરબંદર જિલ્લામાં આવતીકાલે તા.૨૯ ઓગસ્ટના રોજ તમામ સરકારી અને ખાનગી  પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવેલ છે. સાથે સાથે આંગણવાડીઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
વધુમાં શાળા અને આંગણવાડીના કર્મચારીઓ ફરજ પર રહેશે અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૂચના અનુસાર કામગીરી બજાવવાની રહેશે તેમ જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કરની યાદીમાં જણાવ્યું છે


 

(6:44 PM IST)