તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કુતિયાણા શહેરમાં વહીવટીતંત્રની ટીમે ચાર લોકોનું રેસક્યુ કરી બચાવ કર્યો
શહેરમાં થેપડા ઝાંપા વિસ્તારમાં ચાર જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયા હતા

પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. ત્યારે કુતિયાણા શહેર તથા ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ છે. કુતિયાણા શહેરમાં થેપડા ઝાંપા વિસ્તારમાં ચાર જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયા હતા. જિલ્લા વહીવટી તંત્રની ટીમ અને ફાયર બ્રિગેડ વિભાગની ટીમે ચાર લોકોનું રેસક્યુ કરી, તેઓનો બચાવ કરીને સલામત સ્થળે શિફ્ટ કર્યા છે.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
