તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
પોરબંદરના બોખીરા વિસ્તારમાં પાણીની પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા પ્રભારી સચિવ અને કલેક્ટર સહિતના અધિકારીઓ
પોરબંદરમાં પાણી નિકાલ માટે આયોજન કરાયું

પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. પોરબંદરના પ્રભારી સચિવ રણજીથકુમાર, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે પાણીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. બોખીરા વિસ્તારમાં ભરાયેલ પાણીનું નિરીક્ષણ કરી જરૂર પડ્યે નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા હોવાની ચકાસણી ઉચ્ચ અધિકારીઓની ટીમે કરી હતી.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
