<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદર બિરલા હોલ પાસે ધરાશાયી થયેલ વૃક્ષને દૂર કરી માર્ગ ખૂલ્લો કરાયો

વહીવટીતંત્રની ટીમ દ્વારા ખડેપગે રહી અતિ ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં સરાહનીય કામગીરી કરાઈ

પોરબંદર શહેરમાં બિરલા હોલ પાસે અતિ ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં તોતીંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. પી.જી.વી.સી.એલ. ના વિજવાયરો પર આ વૃક્ષ ધરાશાયી થતા પી.જી.વી.સી.એલ. વિભાગની ટીમો તથા વહીવટીતંત્રની ટીમો તુરંત જ સ્થળ પર આવી પહોંચી હતી. જિલ્લા વહીવટીતંત્રની ટીમ દ્વારા માર્ગ વચ્ચે ધરાશાયી થયેલ વૃક્ષને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ સહિતની ટીમોએ વરસતા વરસાદ વચ્ચે પણ રસ્તા પરથી વૃક્ષ હટાવી રસ્તો ખૂલ્લો કર્યો હતો

(7:06 PM IST)