<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

સમુદ્રમાં માછીમારી કરવા ગયેલી ૧૨૦૮ બોટ પોરબંદરના બંદર પર પરત આવી

સમુદ્રમાં રહેલી ફિશીંગ બોટના માછીમારોને કોસ્ટગાર્ડની મદદથી કરાયા હતા સાવચેત: સમુદ્રમાં માછીમારી કરી રહેલી બોટોને નજીકના બંદરે સલામત સ્થળે આશ્રય લેવા જણાવ્યું

પોરબંદર: અતિ ભારે વરસાદના પગલે પોરબંદરના બંદર પર ૧૨૦૮ જેટલી બોટ પરત આવી છે. પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. બંદર પર ૩ નંબરનું સિગ્નલ પણ યથાવત છે. સમુદ્રમાં માછીમારી કરી રહેલા માછીમારોને નજીકના બંદરે સલામત સ્થળે આશ્રય લેવા જણાવવામાં આવ્યું હતું.

   દરિયામાં ખરાબ હવામાન અને ભારે પવનને કારણે ફિશીંગ બોટના માછીમારોને કોસ્ટગાર્ડની મદદથી પણ સાવચેત કરવામાં આવ્યા હતા, જેના પગલે ૧૨૦૮ જેટલી બોટ પોરબંદરના બંદર પર પરત આવી ગઈ છે અને પોરબંદરની ૯ર બોટ ઓખા, જખૌ, વેરાવળ, મહારાષ્ટ્ર સહિતના બંદરો પર સુરક્ષિત લાંગરી દેવામાં આવી છે. પોરબંદર મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા બુધવારના દિવસે ૩ વાગ્યા સુધીમાં તમામ બોટો સલામત હોવાનું જણાવવામાં આવ્યું હતું

(7:11 PM IST)