તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદની સ્થિતિમાં ૪૭૪ લોકોનું સ્થળાંતર કરાયું
જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરીતો માટે ભોજનની વ્યવસ્થા કરી આરોગ્યની ચકાસણી કરાઈ

પોરબંદર સહિત રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હોવાના પગલે ગઈકાલથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો હોવાની સ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર પણ સતર્ક અને સાવચેત છે. પોરબંદર તથા ઉપરવાસના જિલ્લાઓમાં ભારે પવન સાથે સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની સ્થિતિમાં લોકોને કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોખમી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
તા. ૨૮ ઓગષ્ટને બુધવારના દિવસે ૪ વાગ્યા સુધીમાં ૪૭૪ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આશ્રય સ્થાનોમાં સ્થળાંતરીતોને આશ્રય આપી તેઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સ્થળાંતરીતોના સ્વાસ્થ્યની પણ ચકાસણી કરવામાં આવી હતી
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
