<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદર : ખંભાળા ગામે આરોગ્ય વિભાગની ટીમે પ્રસુતાને તાત્કાલીક હોસ્પિટલે સારવાર અપાવી

આરોગ્ય વિભાગની ટીમ દેવદૂત બની ખંભાળા ગામની એક સગર્ભા મહિલાની વહારે આવી

પોરબંદર:રાજ્યભરમાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર જિલ્લામાં ગઈકાલથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારની સૂચના મુજબ પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર સતત સતર્ક અને સાવચેત છે. ગ્રામ્ય પંથકમાં લોકોએ કોઈ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ દેવદૂત બની ખંભાળા ગામની એક સગર્ભા મહિલાની વહારે આવી હતી. રાણાવાવ તાલુકાના ખંભાળા ગામના ક્રિષ્નાબેનને પ્રસુતિની પીડા શરૂ થતા ભારે વરસાદમાં આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલીક સગર્ભા મહિલાને હોસ્પિટલે ખસેડવાની સરાહનીય કામગીરી કરી હતી

(7:10 PM IST)